આજરોજ વિજળી બિલ મુદ્દે અંકલેશ્વર GEB ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને રજુઆત કરવામાં આવી બેફામ બિલને કારણે નાગરિકો પરેશાન છે, જેના પગલે વિવિધ મુદ્દાઓ સાથે રજુઆત કરવામાં આવી. લોકડાઉન બાદ જુલાઇ માહિનામાં ઘર વપરાશનાં વીજળી બીલ વધુ આવતા વીજળી બિલની રકમે લોકોને કરંટ આપ્યો હોય તેમ જણાય રહ્યું છે.
આવા સમયે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ વીજતંત્ર અંકલેશ્વર વિભાગને ચાર મહિનાનાં અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરેલ છે. આ બાબતે લખેલ પત્રમાં જણાવાયું છે કે લોકડાઉનમાં ધંધા રોજગાર ન હોવાના પગલે કારમી આર્થિક તંગીનો ભોગ લોકો બન્યા હતા. હવે અનલોકમાં માંડમાંડ લોકોનું જીવન પાટા પર ચઢી ગયું છે ત્યારે જૂન મહિનામાં ઘર વપરાશ વીજળી બિલની રકમ જોઈ આમ નાગરિક હેરાન પરેશાન થઈ ગયો છે. દરેક જગ્યાએ વીજળી બીલની રકમને લઈ અસંતોષ જણાય રહ્યો છે. એકસાથે ચાર મહિનાનાં યુનિટને એક્યુમુલેટ કરી એટલે કે રીડિંગ એક સાથે લેતા યુનિટ દીઠ વપરાશ એકસાથે ઊંચો જતાં યુનિટનો દર વધી જાય છે. જેના કારણે વીજળી બીલ વધુ આવે છે. તેથી પત્ર લખી ચાર મહિનાનાં અલગ-અલગ બિલો આપવા વિનંતી કરવામાં આવેલ છે કે જેથી આવા વીજળી બિલના પગલે લોકોને આર્થિક રીતે રાહત પહોંચી શકે. આ પ્રસંગે વિરોધપક્ષ ઉપનેતા શરીફ કાનુગા અને જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, ભરત પરમાર, વિનય પટેલ, શૈલેન્દ્ર સિંહ, કેયુંર રાણાં, અમીન બાલા તેમજ ઝેક હાજર રહ્યાં હતા.
લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.
Advertisement