Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં શાંતિનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની જાણો વધુ.

Share

અંકલેશ્વરનાં રાજપીપળા રોડ સ્થિત શાંતિનગર – 2 નજીક હિટ એન્ડ રનની સનસનાટી મચાવતી ઘટના બની હતી. આ ઘટનાનાં પગલે વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ ફેલાય ગયું હતું. બેજવાબદારી અને બેફામ હંકારતા ટેન્કર ચાલકે બે શ્રમજીવીઓને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થતાં શ્રમજીવીઓનાં ઘટના સ્થળે કરૂણ મોત નીપજયાં હતા. આ અંગે વધુ વિગતે જોતાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર સતત વાહન વ્યવહાર રહેતો હોય છે. આ રોડ ઉપર આવેલ શાંતિનગર – 2 માં રહેતા રાહુલસિંગ રમસિંગ ઉં.18 અને સુરેશસિંગ રૂપલાલસિંગ ઉં.20 બંને શ્રમજીવીઓ કંપનીમાં ફરજ બજાવી ઘરે પરત ફરી રહ્યા હતા. આવા સમયે ઝઘડિયા તરફથી આવતા ટેન્કર નં.GJ-6-yy-9351 નાં ચાલકે પોતાનું ટેન્કર પૂર ઝડપે હંકારતા સાયકલ પર આવતા બંને શ્રમજીવીઓને અડફેટમાં લઈ ગંભીર ઇજા પહોંચાડતા આ ઇજાના પગલે બંનેના ઘટના સ્થળે કરૂણ મોત નીપજયાં હતા. આવી ઘટના બાદ પણ ટેન્કર ચાલક ટેન્કર લઈ ફરાર થવા પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિકોએ તેને પકડી પોલીસનાં હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાનાં નાનાજાંબુડાથી ગારદા ગામનો રોડ અને નાળુ બનાવવા લોકમાંગ.

ProudOfGujarat

સુરતમાં અકસ્માત કરનાર કારચાલકનું પોલીસે સરઘસ કાઢ્યું

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલ ખાતે બંદિવાનો માટે HIV, TB, હિપેટાઇટીસ બી અને સી અને સીલીફીસ વિશે જાગૃતતા, સ્ક્રેનીંગ અને સારવાર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!