અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં વારંવાર ચોરીનાં બનાવો બની રહ્યા છે. મંદી અને બેકરી તેમજ લોક ડાઉનની પરિસ્થિતીનાં પગલે ચોરીનાં બનાવો બની રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગએ સજાગ રહેવું જોઈએ તેના બદલે અંકલેશ્વર પોલીસ ઊંધું વલણ અપનાવી રહી છે. રાત્રિનાં સમયે થયેલ ચોરીનાં બનાવ અંગે બપોર 1 વાગ્યા સુધી અંકલેશ્વર શહેર પોલીસ ખાતે આ ચોરીની ઘટનાની કોઈ જાણ ન હતી તે બાબત સૂચક બની ગઇ છે. ત્યારે આ બનાવની મળતી માહિતી મુજબ અંકલેશ્વર રોશનપાર્ક સોસાયટી ખાતે રહેતા એક પરિવાર કોઈ કામ અર્થે બહારગામ ગયું હતું જેથી મકાન બંધ હતું આવા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.40 હજાર રોકડ તેમજ સોના-ચાંદીનાં દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ બંધ મકાનની રેકી કરી હોય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. આવી પરિસ્થિતીમાં અંકલેશ્વર શહેર પોલીસ પાસે રહીશો ખૂબ જ સતર્ક અને સજાગ કામગીરી ઈચ્છી રહ્યા છે જયારે તેનાથી વિપરીત વલણ અંકલેશ્વર શહેર પોલીસ દાખવતી હોય કલાકો સુધી ચોરીનાં બનાવ અંગે કોઈ જાણકારી સુદ્ધા પોલીસતંત્ર પાસે ન હતી તે એક વિચિત્ર બાબત કહી શકાય.
અંકલેશ્વર રોશન પાર્ક સોસાયટીનાં એક બંધ મકાનમાં રાત્રિનાં સમયે ચોરી થઈ પરંતુ બપોર 1 વાગ્યા સુધી પોલીસતંત્રને જાણ નહીં.
Advertisement