ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે કડકીયા કોલેજમાં ટી.વાય બી.એસ.સી માં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અંતગૅત ભારપૂવૅક ૧૦૦૦૦ ફી ની રકમની કડકીયા કોલેજ દ્વારા કડક ઉધરાણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી સાથેની ટેલીફોનીક વાતચીતનાં આૅડીયો રેકોડીંગમાં આચાયૅ દ્વારા સ્પષ્ટપણે જણાવામાં આવ્યુ કે જો ૧૦૦૦૦ ફી નહિ ભરવામાં આવે તો તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ ગણવામાં આવશે. આ માહામારીમાં પ્રજાજનોને જ્યારે ખવાપીવાની સમસ્યા છે તો આવી ખાનગી કોલેજોનાં સંચાલકો માનવતા નેવે મુકી લૂંટ ચલાવી ભરૂચનાં શિક્ષણ જગતમાં ભય તથા અરાજક્તાનો માહોલ ઉભો કરે છે. NSUI દ્વારા આ લૂંટ બંધ કરવા સંચાલકો સામે ઉગ્ર રજુવાત કરવામાં આવી અને જ્યાં સુધી કોલેજ ચાલુ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ફી ના ભરવા માટે બાંહેધરી લેવામાં આવી જે પ્રસંગે જિલ્લા એનએસયુઆઇ નાં પ્રમુખ યોગી પટેલ, જિલ્લા યુવા કોંગ્રેસનાં મહામંત્રી વસીમ ફડવાલા, વિનય પટેલ, પ્રતીક કાયસ્થ, ધારક પટેલ, આકાશ પ્રજાપતિ, વત્સલ પટેલ, હરીશ પાટીલ વગેરે આગેવાનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની કડકીયા કોલેજમાં T.y B.s.c માં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોલેજ તરફથી ૧૦ હજારની ઉઘરાણી કરાઈ હોવાના આક્ષેપ સાથે એન.એસ.યુ.આઇ. દ્વારા વિરોધ કરાયો.
Advertisement