અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગામ પાસેથી વહેતી ખાડીમાં અંકલેશ્વરનાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ગેરકાયદેસરની પાઈપ લાઈન દ્વારા આમલાખાડીમાં નિકાલ થતું જોવામાં આવતા સ્થાનિકો દ્વારા જીપીસીબી અને નોટિફાઇડ એરિયા અધિકારીને જાણ કરવામાં આવી હતી.
ભૂતકાળમાં અને આ ચોમાસામાં અનેક વખત વરસાદી પાણીમાં પ્રદુષિત પાણી ખાડીઓમાં છોડવામાં આવતા જળ-ચર પશુ પ્રાણીઓનાં મૃત્યુનાં બનાવો બન્યા હતા જે બાબતની અનેક ફરિયાદો પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી હતી અને આ ચોમાસામાં ખાડીઓમાં પ્રદુષિત પાણી નાં જાય એવા આદેશો આપવામાં આવ્યા છે. જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી શ્રી વ્યાસ સાહેબને કરવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે “મને ગઈ કાલે ફરિયાદ મળી હતી અને ગઈ કાલે અમારી ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે અને અંકલેશ્વર નોટિફાઇડ અધિકારીને રીપેરની સુચના આપી છે.” નોટિફાઇડ એરિયા અધિકારી શ્રી અશોકભાઈને આ બાબતમાં પૂછતા તેમણે જણાવ્યું હતું કે “ગઈ કાલે અમોએ આ પાઈપ લાઈનમાં ટેસ્ટીંગ માટે પ્રદુષિત પાણી છોડ્યું હતું અને ગઈ કાલે જ બંધ કરી દીધું હતું. પ્રકૃતિ સુરક્ષા મંડળનાં સલીમ પટેલે જણાવ્યું હતું કે જે પાઈપ લાઈનમાંથી એફલુઅન્ટ છોડવામાં આવી રહ્યું છે એ પાઈપ લાઈન ઝગડિયા જીઆઇડીસીની જૂની અને વર્ષોથી બંધ થયેલ પાઈપ-લાઈન છે.આ પાઈપ-લાઈન અંકલેશ્વર નોટીફાઈડ એરિયાની નથી એમના હદ વિસ્તારમાં પણ નથી તેથી એમને રીપેર કરવાની સુચના કેમ આપવામાં આવે છે ? અને છેલ્લા ૨૪ કલાકથી પ્રદુષિત પાણી ખાડીમાં જઈ રહ્યું છે તો ટેસ્ટીંગનો પ્રવાહ તો ના જ હોઈ શકે અને ઝગડિયાની પાઈપ લાઈનની ટેસ્ટીંગની કેમ જરૂર નોટિફાઇડ અંકલેશ્વરને કેમ પડી? અને આ ટેસ્ટીંગની મંજુરી કોને આપી? અમારા માનવા મુજબ ઓદ્યોગિક પ્રદુષિત પાણીને આ ગેરકાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યું છે અને જેમની પ્રદુષણ કન્ટ્રોલ કરવાની જવાબદારી છે એ જીપીસીબી આંખ-આડા કાન કરતી હોય એમ લાગે છે. એમણે રીપેરની સુચના આપવાની જગ્યાએ આ બંધ કરવાની સુચના આપવી જોઈએ અને આ કાળા કૃત્યો કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કાર્યવાહી કરવી જોઈએ. અમોએ હાલ પીરામણ ગ્રામ પંચાયતને જાણ કરી જેમણે પંચકેશ કરાવ્યું છે અને અને ભવિષ્યમાં પણ આ કૃત્યો ચાલુ રહેશે તો અમો કોર્ટ રાહે કાર્યવાહી કરીશું.”
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં પ્રદુષિત પાણીનો ગેરકાયદેસરની પાઈપ દ્વારા નિકાલનું કૌભાંડ ઝડપાયું.
Advertisement