અંકલેશ્વરનાં ગડખોલ પાટિયા નજીક પ્રમુખપાર્ક સોસાયટી ખાતે રહેતા જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં મામલતદાર લાંચ લેતા ઝડપાયા હતા. આ અંગેની વિગત જોતાં માંગુભાઈ મોહનભાઇ વસાવા મામલતદાર તા. માંગરોળ જિલ્લો સુરત એ જમીનની માપણી કરાવવા અંગે આ બનાવનાં ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકજકનાં અંતે આખરે 75,000 રૂપિયામાં વાત નક્કી થઈ હતી. તેમજ જમીન માપણી અંગેની અરજી આપવા આવો ત્યારે રૂ.25,000 આપવા જણાવ્યુ હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય સુરત ગ્રામ્ય એ.સી.બી પોલીસ સ્ટેશનનાં સંપર્ક કરી લાંચનું છટકુંનું આયોજન કરાયું હતું. જેમાં છટકા સરમ્યાન આ આરોપીએ ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમ માંગણી કરી સવિકારી ગુનો કર્યો હતો. આ બનાવ અંગે ટ્રેપિંગ અધિકારી આર.એ.સોલંકી પોલીસ ઇસ્પેકટર સુરત ગ્રામ્ય એ.સી.બી. જયારે સુપરવીઝન અધિકારી તરીકે એમ.પી. ગોહિલ મદદનીશ નિયામક એ.સી.બી. સુરત એકમ ફરજ બજાવી હતી.
અંકલેશ્વર ગડખોલ પાટિયા નજીક પ્રમુખપાર્ક સોસાયટી ખાતે રહેતા મામલતદાર જમીન માપણી અંગે લાંચ લેતા ઝડપાયા.
Advertisement