એસ.ઓ.જી. પોલીસ દ્વારા નશીલા દ્રવ્યો જેવા કે ગાંજો, ચરસ વગેરે દ્રવ્યોની હેરફેરી અંગે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે. તેવી જ રીતે એક આરોપીને અંકલેશ્વરનાં વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. જેની પાસેથી ચરસનો જથ્થો જપ્ત કરાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસના પી.આઇ. તેમજ પી.એસ.આઇ.એમ.આર. સકુરિયા તેમજ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પ્રો.એ.એસ.આઇ. પ્રદીપ રમેશભાઈને મળેલ બાતમી અનુસાર પી.આઇ. ઓ.પી. સિસોડિયા અંકલેશ્વર શહેર પોલીસને સાથે રાખી અંકલેશ્વર હિલ પાર્ક રામકુંડ સામે ચોર્યાસી ભાગોળ અંકલેશ્વર ખાતે રહેતા ઐયુબ ઈમામ શેખનાં રહેણાંક મકાનમાંથી ચરસનો જથ્થો કુલ 522 ગ્રામ કિં.રૂ. 78,300 નો તથા વેચાણનાં રોકડા રૂપિયા 3940 અને મોબાઈલ 2 કિં.રૂ.6000 મળી કુલ રૂ.88,240 ની મત્તા જપ્ત કરી આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર હિલ પાર્ક રામકુંડ સામે એક મકાનમાંથી ચરસનાં જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.
Advertisement