Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ UPL-1 કંપનીમાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.

Share

ભરૂચ જિલ્લો ગુજરાત રાજ્યમાં વિપુલ પ્રમાણમાં કેમીકલ કારખાના ધરાવતો જિલ્લો છે. કેમીકલ કારખાનાઓમાં ઝેરી કેમીકલ ગળતર, આગ, ધડાકા વગેરે જેવા બનાવની શક્યતાઓ વધુ પ્રમાણમાં રહેલ છે. આવા બનાવોના સમયે કારખાના દ્વારા આવા આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે અંકલેશ્વરના પ્રાંત અધિકારીશ્રી રમેશ કે. ભગોરાના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ UPL-1 કારખાનામાં સફળ મોકડ્રીલનું તા.૧૪/૦૭/૨૦૨૦ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ મોકડ્રીલના સીનારીયો તરીકે કંપનીમાં મીથેનોલ ટેન્કર અનલોડીંગ સમયે ફાયર થયેલ તેમ દર્શાવવામાં આવેલ. આ ફાયરને UPL-1 ઉપરાંત અન્ય કારખાનાઓનાં ફાયર ટેન્ડર્સ તેમજ ડી.પી.એમ.સી.ના ફાયર ટેન્ડર્સ તથા નગરપાલિકાનાં ફાયર ટેન્ડરની મદદ વડે કાબુમાં લેવામાં આવેલ. અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનનાં સભ્યો ઉપરાંત વહીવટીતંત્ર તરફથી પણ આ બનાવને કાબુમાં લેવા માટે ઈન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થની કચેરી, જી.પી.સી.બી.ની કચેરી, જી.આઈ.ડી.સી., નોટીફાઈડ એરીયા, આરોગ્ય તંત્રની કચેરીએથી પણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બનાવ સ્થળની આસપાસનાં એરીયાને સલામત રાખવા તથા કોર્ડનીગ કરવા પોલીસ વિભાગ દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવેલ. મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થયા બાદ લોકલ ક્રાઈસીસ ગૃપના ચેરમેન તરીકે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં B-બ્રીફ્રીંગ મીટીંગ તેમજ લોકલ ક્રાઈસીસ ગૃપની મીટીંગ યોજાઈ હતી એમ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : મિત્રાલ ગામમાં એટીએમ બંધ હોવાથી લોકોને હાલાકી

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ તાલુકા વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણે દેડીયાપાડાના મતદાન મથકોની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!