ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ લાયન્સ સ્કૂલ દ્વારા 4400 ઉપરાંતનાં વિદ્યાર્થીઓની લગભગ ૧ કરોડ ૨૦ લાખ જેટલી ફી ની રકમ માફ કરી માનવતાને મહેકવતું કાર્ય કર્યું છે જે હાલના સમયેને જોતાં સરાહનીય કાર્ય છે. હાલમાં કોરોનાની મહામારીમાં લોક ડાઉનને લઇ વેપાર, ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે તેવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક તંગીની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ કપરા કાળમાં વાલીઓને સ્કૂલની ફી ભરવાના ફાફા થઈ રહ્યા છે આ સમયે અંકલેશ્વરની લાયન્સ સ્કૂલે વિદ્યાર્થીઓની ફી માફ કરી આ કોરોના કાળમાં માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. લાયન્સ સ્કૂલનો આ નિર્ણય અને ઉમદા હેતુને જિલ્લાની બીજી સ્કૂલો પણ અપનાવે તો વાલીઓને ઘણી રાહત મળે તેમ છે. લાયન્સ સ્કુલનાં જણાવ્યા અનુસાર પ્રથમ સત્રની ટ્યુશન ફી સિવાયની તમામ પ્રકારની ફી માફ કરવામાં આવી છે તથા સ્કૂલમાં ભણી રહેલા કોઈપણ વિદ્યાર્થીના વાલીનું મૃત્યુ થાય તો તે વિદ્યાર્થીઓને 1 થી 10 ધોરણ સુધીની ફી શાળા તરફથી માફી આપવામાં આવે છે. સરકારે FRC ના નિયમ પ્રમાણે દરેક સંસ્થા 10% ફી લે છે ત્યારે આ સ્કૂલ 10 % લઈ શકે તેમ હોવા છતાં માત્ર 6 ટકા લેવાનું નક્કી કર્યું છે. લાયન્સ સ્કુલના આ ઉમદા નિર્ણયોની જાણ NSUI નાં યોગી પટેલે અને તેમના મિત્રોએ સ્કૂલે જઇ સ્વાગત કર્યું હતું.
અંકલેશ્વર સ્થિત લાયન્સ સ્કૂલે 4400 ઉપરાંત વિદ્યાર્થીઓની 1 કરોડ 20 લાખ જેટલી ફી માફ કરી.
Advertisement