Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ.

Share

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી. બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીનાં ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. જેના પગલે બંને તરફ વાહનોની કતારો થઈ જાય છે. આવી સમસ્યા વારંવાર થતી હોય રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજે પણ અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ રસ્તા પર બ્રિજ પર એક વાહન અચાનક બંધ થઈ જતાં અન્ય વાહનચાલકો રોંગ સાઈડથી વાહન હંકારતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. તે સાથે બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી. જોકે અંકલેશ્વર ટ્રાફિક પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

Advertisement

Share

Related posts

વ્યારા નગર ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ મૂળ નિવાસી દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : કોરોના પોઝિટીવ દર્દીનાં અંતિમ સંસ્કાર બાદ PPE કીટ રઝળતી મળી.

ProudOfGujarat

પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે, જાણો આવતી કાલે મતદાનમાં શું હશે નવી પેટર્ન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!