Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ના નિરાંતનગર ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો…બ્લડ ડોનેશન અને વડીલો ના સન્માન નો કાર્યક્રમ એક સાથે યોજાયો.

Share

અંકલેશ્વર ના નિરાંતનગર ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો…
બ્લડ ડોનેશન અને વડીલો ના સન્માન નો કાર્યક્રમ એક સાથે યોજાયો.
અંકલેશ્વર ના નિરાંતનગર ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક તરફ બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો તે સાથે વડીલો નું સન્માન પણ કરાયું હતુ. નિરાંતનગર ના શ્રી શિવશક્તિ મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પુરુષો ની સાથે મહિલા ઓએ પણ રક્તદાન કર્યુ હતુ. રોટરી ક્લબ સચાલિટ કુમાર પાલ બ્લડ બેક ના સહયોગ થી રક્તદાન શિબિર યોજાયો હતો જેમાં 50 યુનિટ રક્ત એકઠું કરાયું હતું. જયારે 60 જેટલા વડીલો નું શાળા ઓઢાડી અને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતુ કાર્યક્રમ UPL લી યુનિટ 3 સી.એસ.આર તથા અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યકર્મ માં ગિફ્ટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સી એસ.આર હેડ નાથુભાઈ ડોડીયા UPL ના પર્સનલ ડિપાર્ટમેન્ટ હેડ નીરવ પટેલ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જગત સિંહ વાસદિયા, ઉપપ્રમુખ પ્રકાશ પટેલ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બાલુભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસ સમિતિ ના સભ્ય અને કામદાર અગ્રણી ડી.સી સોંલકી તેમજ અગ્રણી શેલેષ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન…

ProudOfGujarat

કયા મુદ્દે નગરપાલિકાના શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ચકમક જરી જાણો કેમ?

ProudOfGujarat

ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ઝઘડિયા ખાતે આપવા વિદ્યાર્થીઓની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!