Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક માંડવા ટોલ ટેક્ષ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

વિદેશી દારૂની હેરફેરી માટે ખેપિયાઓ જાતજાતનાં કીમિયા અપનાવતા રહ્યા છે ત્યારે પોલીસતંત્ર પણ અવનવા કીમિયાને જાણી દારૂનો જથ્થો ઝડપી પાડે છે. જેમ કે અંકલેશ્વર માંડવા ટોલ ટેક્ષ ખાતેથી બે ખેપિયા ફોર વ્હીલ ગાડીની ડીકીનાં ચોરખાનામાંથી તથા શીટ કવરની પાછળ બનાવેલ ખાનામાંથી વિદેશી દારૂ ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પડયો હતો. આ અંગેની વિગત જોતાં ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ મળેલ બાતમીના આધારે જુદી જુદી ટીમો બનાવી અંકલેશ્વર હાઇવે વિસ્તારમાં પેટ્રોલીંગ કરાઇ રહ્યું હતું તે દરમ્યાન બાતમી મુજબની ફોર વ્હીલ મારૂતિ સુઝુકી માંડવા ટોલ ટેક્ષ પાસે આવતા જણાતા મોટરકારનાં ચોરખાના અને શીટ કવરની પાછળ બનાવેલ ખાનામાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ કુલ બોટલ નંગ 54 સાથે મળી કુલ મત્તા રૂ.4,30,000 સાથે બે આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડેલ હતા. અટક કરેલ બે આરોપીઓમાં 1) અબ્દુલ અલ્લી જમાલ સીદીક રહે.મહારાજા સોસાયટી જામનગર 2) અમિતગિરિ કિરીટગિરિ ગોસ્વામી રહે.નાગેશ્વર કોલોની જામનગરને ઝડપી પાડેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની બોટલ નંગ.54 કિં.27,000, મોબાઈલ નંગ 1 કિં.3000, ફોર વહીલ કિં.400000 મળી કુલ 4,30,000 ની મત્તા જપ્ત કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે કોરોના દર્દીઓ માટે 200 બેડની કોવીડ હોસ્પિટલ શરૂ કરવા બાબતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

શહેરાના નવીઁન ઈમારતનુ લોકાપર્ણ કરતા ધારાસભ્ય…

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!