અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં નાણાંની લેવડદેવડ કરવાની બાબતે પિતાએ પુત્રની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. સુશીલાબેન પવારનાં જણાવ્યા અનુસાર નગીન મગન વસાવા સાથે તેના પુત્ર દિનેશ નગીન વસાવાની નાણાંની લેવડદેવડ અંગે રકઝક થઇ હતી. જેના પગલે 74 વર્ષની ઉંમર ધરાવતા નગીન મગન વસાવાએ તેમના 40 વર્ષનાં પુત્ર દિનેશ નગીન વસાવાને પરાઈ વડે કાન, નાક, ગળા પર ગંભીર ઇજા પહોંચાડી હતી જેના પગલે દિનેશ વસાવાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર નગીન વસાવાને પકડી કોરોના અંગેની તપાસ અંગે મોકલવામાં આવ્યા છે. આ બનાવ અંગે વધુ તપાસ સિટી પોલીસ કરી રહી છે.
Advertisement