Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં મોટાલી બ્રિજ પાસે ટેન્કર પલટી જતાં ગેસ લીકેજ થતાં તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી.

Share

અંકલેશ્વરનાં મોટાલી બ્રિજ પાસે ટેન્કર પલટી ખાતા ગેસ લીકેજ થયો હતો. ગેસ લીકેજ થતાં ધુમાડાનાં ગોટેગોટા જણાતા અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર DPMC ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ નિયંત્રણ લેવાની તજવીજ હાથ ધરાઇ હતી. જેમાં મોટાલી નજીક બ્રિજની એંગલ તોડી ટેન્કર નીચે પડ્યું હતું. ટેન્કરમાં કયો ગેસ હતો તે હજુ જાણી શકાયું નથી પરંતુ ધુમાડાનાં ગોટા અને હવામાં ગેસ ફેલાતા લોકોએ આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ ગેસ પ્રોપીલીન ગેસ હોવાનું જણાઈ રહ્યું છે. ટેન્કર દહેજની દિપક ફીનોલિકસ લિ. કંપનીનું હોવાનું જણાતા કંપનીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.79 કરોડનું 9.5 કિલો અફઘાની ચરસ જપ્ત

ProudOfGujarat

પાલેજ – આમોદ માર્ગ પર આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરૂણ મોત નિપજયું.

ProudOfGujarat

માંગરોળ : કાકરાપા૨–ગોળદા-વડ સિંચાઈ યોજના માટે રૂા.૨૦.૯૦ ક૨ોડની સ૨કા૨ની મંજુરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!