Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા રેલ્વેલાઇન પર સ્ટેશન ઉધોગનગર વચ્ચેની ફાટક તા.૧૮ થી ‍૧૯ બંધ રહેશે.

Share

વેસ્ટર્ન રેલ્વેનાં રાજપારડી સ્થિત કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ હાલમાં રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેકનું મેન્ટેનન્સ ચાલતુ હોવાથી અંકલેશ્વર રાજપીપલા લાઇન પર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર સ્ટેશન અંકલેશ્વર ઉધોગનગર વચ્ચેની રેલ્વે ફાટક નં.૩ તા.૧૮ જુનનાં સવારનાં ૮ થી તા.૧૯ જુનનાં સાંજનાં ૬ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.રેલ્વે ટ્રેકનાં રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે આ ફાટક બંધ રખાતા વાહનો આ રેલ્વે લાઇન પર 7 A અને 8 A તેમજ 1A,7,8 પર ડાયવર્ટ કરાયા છે.વે.રેલ્વેની યાદીમાં જણાવાયા મુજબ રેલ્વે ટ્રેકનાં સમારકામ માટે ફાટક ન.૩ ઉપરોક્ત દિવસો દરમિયાન વાહનો માટે સદંતર બંધ રાખવામાં આવનાર હોવાથી વાહનચાલકોએ અવરજવર માટે દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા શિક્ષકદિન નિમિત્તે મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટના શિક્ષકોનું સન્માન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર- પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

સુરત: બેખોફ લૂંટારા થયા બેનકાબ.નેશનલ હાઇવે પર ડ્રાયવર,ક્લિનરનું અપહરણ કરી લૂંટ ચલાવતા 5 લૂંટારા ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!