હાલ તો કોરોના વાઇરસનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા રોજ વધી રહી છે. ત્યારે કોરોના વાઇરસમાં તમામ લોકોનાં કામ થતાં બંધ થઈ ગયા છે. ગરીબ પરિવારો અને રોજ કમાઈને ખાનારા લોકોની હાલત કફોડી છે. ત્યારે હાલ તો ભરૂચ APMC નો વિવાદ છે. ત્યારે અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ પાસે ભરાતાં શાકભાજી બજાર અને ઓ.એન.જી.સી. ઓફિસ પાસે બેસતા શાકભાજીવાળાઓને કારણે ટ્રાફિકજામની સમસ્યા ઊભી થતાં ગઇકાલે પોલીસે આ શાકભાજીવાળાને ઉઠાડી મુકયા હતા. જયારે આજે નગરપાલિકાની ટીમ અને શહેર પોલીસ દ્વારા તમામ દબાણો દૂર કરતાં શાકભાજીવાળા બેકાર બેરોજગાર થઈ જતાં આજે તેઓ તમામ 100 થી 200 શાકભાજીવાળા નગરપાલિકા પહોંચીને રજુઆત કરી હતી.
તેઓનું કહેવું હતું કે જો ભરૂચ શહેરમાં તમામ બજારો ચાલુ કરી દેવામાં આવ્યા છે તો પછી અંકલેશ્વરમાં ત્રણ રસ્તા સર્કલ નજીક કેમ બજાર શરૂ કરવા દેતા નથી તેવી રજુઆત કરીને તેમણે પોતાના ધંધા રોજગાર માટે ત્રણ રસ્તા માર્કેટ નજીક જ ચાલુ કરવાની માંગણી કરી હતી. જયારે આ અંગે નગરપાલિકાનાં ચીફ ઓફિસર પ્રશાંત પારેખએ જણાવ્યું હતું કે હાલ તો અમે તમામ શાકભાજી વેચનારનાં લિસ્ટ માંગ્યા છે. અમે એમણે જયાં જગ્યા ફાળવી છે તે જગ્યા પર બેસવું પડશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ શાકભાજીવાળા લડાયક મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે.
અંકલેશ્વર શહેરનાં ત્રણ રસ્તા સર્કલ અને ONGC કંપનીની ઓફિસ નજીક બેસતા શાકભાજીવાળાઓ ટ્રાફિકની અડચણરૂપ થતાં પોલીસ અને પાલિકાની ટીમે લારી પાથરણા દૂર કરતાં વિવાદ ઊભો થયો છે.
Advertisement