ભરૂચ શહેર જીલ્લામાં નશાનો કારોબાર કરનારા લોકોએ હદ વટાવી નાંખી છે. જીલ્લામાં પોલીસનું કડક પેટ્રોલીંગ હોવા છતાં બુટલેગરો વિદેશી દારૂ લાવીને બારોબાર વેચાણ કરતાં ઝડપાઈ રહીયા છે આ વાતને પગલે પોલીસ તંત્રમાં કોઈક તો વિભીષણની ભૂમિકા ભજવી રહ્યું છે જયારે એ ગાંજાના વેપારીઓ ખુલ્લેઆમ ગાંજા વેચતાં હોવાની ફરિયાદ જીલ્લા પોલીસ વડા સુધી પહોંચી જતાં તેમના માર્ગદર્શન અને સૂચનાને પગલે વિભાગીય પોલીસ વડા અને એસ.ઓ.જી ની ટીમે ગાંજાની હેરાફેરી અને ગાંજો પીનારા લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું જેમાં અંકલેશ્વર શહેરનાં ભાટવાડમાંથી ગાંજા વેચવામાં આવતો હોવાની પાકી બાતમી મળતા જ એસ.ઓ.જી પોલીસ સીધી નક્કી કરેલા પોલીસ અધિકારી પોલીસ સ્ટાફ સાથે ભાટવાડમાં રહેતા અબ્દુલગની ગુલામ રસુલ શેખનાં ઘરે રેડ કરતા તેના ઘરમાંથી વનસ્પતિજન્યા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ અબ્દુલગની શેખનાં ઘરેથી ઝડપાયેલા ગાંજાના જથ્થાનું વજન કરતા 1 કિલો 260 ગ્રામ કિંમત રૂ.7560 તેમજ ગાંજા ખરીદવા રાખવામાં આવેલ રૂપિયા 14,500 અને મોબાઈલ સહિતનો સામાન મળી કુલ રૂપિયા 27060/- ના મુદ્દામાલ સહિત તેની સામે એન.ડી.પી.એસ એક્ટ કલમ મુજબ શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરીને આ અંગે એસ.ઓ.જી.આઇ.પી.એન.પટેલ તપાસ ચલાવી રહ્યા છે અને ટૂંક જ સમયમાં અબ્દુલગનીને ગાંજા આપનારની પણ ધરપકડ કરવામાં આવે તેવું પોલીસ જણાવી રહી છે.
ભરૂચ શહેર જીલ્લામાં પોલીસ નશાનાં કારોબારીઓ ઉપર તવાઈ બોલાવી રહી છે જેમા પાકી બાતમીને આધારે એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર શહેરનાં ભાટવાડ વિસ્તારમાંથી ગાંજા સાથે એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો.
Advertisement