ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોના પોઝિટિવ કેસનાં આંક સતત વધી રહ્યા છે. કોરોના પોઝિટિવનાં આંકે હાફ સેન્ચ્યુરી પૂરી કરી નાંખી છે. ત્યારે આ વચ્ચે આજરોજ અંકલેશ્વરના તીર્થ નગરમાં કોરોના પોઝિટિવ આવેલ દર્દીને રજા આપતા જિલ્લા માટે રાહત રૂપી સમાચાર છે. ગત તારીખ ૨૯ મે ના રોજ અમદાવાદ ખાતેથી અંકલેશ્વરનાં તીર્થ નગરમાં આવેલ પરિવારના ૬ વર્ષીય બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દસ દિવસની સારવાર આપ્યા બાદ ફરી એકવાર કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવતા 6 વર્ષના બાળકને હોસ્પિટલમાંથી તાળીઓના ગડગડાટ સાથે સન્માનભેર રજા આપવામાં આવી હતી. વધતા જતા કોરોના વાયરસ કેસ વચ્ચે વધુ એક દર્દી રિકવર થતા જિલ્લા માટે રાહતનાં સમાચાર છે.
Advertisement