ભરૂચ એલ.સી.બી. નાં પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પોલીસનાં માણસોની અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરેલ આ દરમ્યાન એક ટીમ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન પોલીસ ટીમને મળેલી બાતમીનાં આધારે અંકલેશ્વર તાલુકાનાં અડોલ ગામની પાછળ આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બાવળીયા નીચે ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ ઉપર રેડ કરી હતી જેમાં પાંચ જુગારીયાઓને ઝડપી લેવામાં આવ્યાં હતા તથા કુલ રૂ.98,070 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ મામલે ઝડપી પાડવામાં આવેલ જુગારીયાઓમાં (1) ચંદ્રવદનભાઈ રણછોડભાઈ પટેલ રહે.હવેલી ફળિયું અડોલ ગામ (2) યોગેશભાઈ ઉમેદભાઈ વસાવા રહે.નવીનગરી અડોલ ગામ (3) પરેશભાઈ પીરૂભાઈ વસાવા નાળા ફળિયું અડોલ ગામ (4) તુષારભાઈ ભારતભાઇ પરમાર મૂળ રહે.વલીપોર ગામ, મોટું ફળિયું તા.આમોદ જી.ભરૂચ (5) શૈલેષભાઈ નટવરભાઇ વસાવા રહે.વસાહત ફળિયું અડોલ ગામ કુલ જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા. ઉપરાંત દશરથભાઈ બાલુ વસાવા રહે.હજાત ગામ તા.અંકલેશ્વરને વોંટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં અંગઝડતીમાં રોકડા રૂ.16,560, જુગારના દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.3510, મોબાઈલ નંગ-3, મોટર સાઇકલ નંગ-3 જપ્ત કરવામાં આવ્યાં. આ મામલે કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને કામગીરી સોંપવામાં આવેલ છે.
અંકલેશ્વરનાં અડોલ ગામ ખાતે ચાલતાં જુગારધામ ઉપર રેડ કરી કુલ રૂ. 98,070 /- ના મુદ્દામાલ સાથે કુલ પાંચ જુગારીયાને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement