અંકલેશ્વરના પ્રતિભા જીતેન્દ્રભાઈ ચૌધરીએ કોવિડ-૧૯ આધારિત લોકડાઉન દરમિયાન નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન આયોજિત અખિલ ભારતીય નિબંધ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. “લોકડાઉન વરદાન કે શ્રાપ ? ” વિષયક નિબંધમાં ગુજરાતી ભાષા પ્રભુત્વ, સુંદર અભિવ્યક્તિ, સુયોગ્ય ચર્ચા- વિચારણા, વિષયને પૂરતો ન્યાય, સરળ અને સહજ આલેખનને પરિણામે ગુજરાત પ્રાંતમાં તેમણે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેઓ ” ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, ભુજ “ના એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષના વિદ્યાર્થિની તથા કોલેજના સ્ટુડન્ટ કાઉન્સિલના J.S.(જોઇન્ટ સેક્રેટરી) છે. પ્રતિભા જીતેન્દ્રભાઈ ચૌધરીએ ગુજરાત પ્રાંતમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું તથા અંકલેશ્વર, ભરૂચ જિલ્લા પંથકનું ગૌરવ વધાર્યું છે. કોલેજના ડીન શ્રી ગુરૂદાસ ખિલ્નાની અને એડમીનીસ્ટ્રેશન વિભાગના ડાયરેક્ટર શ્રી વસંત ગઢવીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરાહના કરી હતી. અને અભિનંદન પાઠવ્યા હતા. રાજય કક્ષાના (સહકાર, રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ) મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રતિભાને મળેલી સફળતા માટે ટેલિફોનિક અભિનંદન આપ્યા હતા.
અંકલેશ્વરના પ્રતિભા જીતેન્દ્રભાઈ ચૌધરીએ કોવિડ -૧૯ આધારિત લોકડાઉન દરમિયાન નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન આયોજિત અખિલ ભારતીય નિબંધ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો
Advertisement
1 comment
Big big congratulations dear.. Keep it up