Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં નાગલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં સજોદ નાગલ ગામ વચ્ચે આજે બપોરે અકસ્માત સર્જાયો હતો, આમાં ફોરવ્હીલનો ચાલક પૂર ઝડપે હંકારતા બાઈક લઈને જતો અશોક નટવર વાળત નાઓની બાઇક ધડાકાભેર અથડાતા બાઈક રોડ ઉપર પટકાય હતી અને બાઇકનાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જોકે રોડ ઉપર પટકાયેલા અશોકભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટનાર વ્યક્તિ અશોકભાઈ સજોદ ગામનાં હોવાનું માલુમ પડયું છે. પોલીસે આ દિશામાં અકસ્માત અંગે ગુનો દાખલ કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : મહેમદાવાદના ખાત્રજમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કોરોના વાયરસનાં સાવચેતી પગલાં રૂપે ગ્રામપંચાયત વાંકલ દ્વારા બજાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : મોંઘવારી વચ્ચે ગરીબી કચરાના ઢગલા તરફ, APMC માર્કેટમાં શાક વીણવા મજબૂર પરિવારો, તસ્વીરો તંત્ર અને સામાજીક કાર્ય કરતી સંસ્થાઓને અર્પણ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!