સરકાર દ્વારા ચોથા ચરણનાં લોકડાઉનની જાહેરાત કરાતાં વિનામૂલ્યે અનાજ લેવા ગ્રાહકો ગોડાઉન બહાર લાઈન લગાવી રહ્યા છે. સરકારે ત્રણ મહિના સુધી મફત અનાજ વિતરણની જાહેરાત કરી હતી. જેનો ત્રીજી વખત લાભ મેળવવા જીતાલી ગામની વ્યાજબી ભાવની દુકાનોની બહાર રેશન કાર્ડ ધારકોની લાંબી લાઈનો સવારથી જ જોવા મળી હતી. કોરોના વાયરસના પગપેસારા બાદ દેશની પરિસ્થિતી વિકટ બની છે. સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેને કારણે નાના દુકાનદારોથી માંડી કંપનીઓને તાળાંબંધી કરવામાં આવી હતી. જેથી અનેક લોકો બેરોજગારીનાં ખપ્પરમાં હોમયા છે અને ગરીબવર્ગનો કામ ધંધો ઠપ્પ થઈ જતાં લાચાર બન્યો છે. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગરીબ વર્ગને મફત અનાજ વિતરણની જાહેરાત કરી હતી. જેથી જરૂરિયાત મંદોની ગોડાઉનની બહાર લાંબી કતારો જામી હતી.
Advertisement