અંકલેશ્વર તાલુકાનાં માટીએડ ગામે તુષારભાઈ ડાહ્યાભાઈ આહીર સહિત અન્ય કેટલાક ખેડૂતોનાં ખેતરમાં આમલાખાડીનું પાણી પિયત તરીકે આપતા ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે જેથી ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે. અગાઉ પણ આ વિસ્તારનાં ખેડૂતો આમલખાડીનો જ પાણી પિયત તરીકે ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસ પહેલા આપેલ પાણીથી કેટલાક ખેડૂતોનો પાક સુકાઈ જવાની ઘટના બની છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “આમલખાડીનાં પાણીનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસ પહેલા આપેલ પાણીથી પાક સુકાઈ જવા માટે પ્રદુષિત પાણી હોઈ શકે છે. હાલ હાઇવે પર વાહનોની સખ્તાઈથી ચકાસણી થતી હોવાથી ગેરકાયદેસર નિકાલ કરનારા તત્વો એ હાંસોટ રોડ પરથી આમલાખાડી ટેન્કર દ્વારા નિકાલ કર્યો હોઈ શકે છે. અમારી જીપીસીબીથી માંગણી છે કે આ પ્રદુષિત પાણી ક્યાંથી આવ્યું છે એની તપાસ કરવામાં આવે. હાલ અધિકારીઓ કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હોવાનો કોઈકે લાભ લીધો હોય એવી શક્યતાઓ રહેલી છે જેની યોગ્ય તપાસ થવી જોઈએ.” માટીએડ ગામના ખેડૂત તુષારભાઇ ડાહ્યાભાઈ અહિરે જણાવ્યું હતું કે મારા 4 વીઘાનાં ખેતરનો પાક આમલખાડીનાં પ્રદુષિત પાણીથી સુકાઈ ગયેલ છે અને મને આર્થિક નુકશાન થયેલ છે તેની તપાસ થવી જોઈએ અને મને યોગ્ય વળતર મળવું જોઈએ એવી મારી માંગણી છે. હાલ ઉનાળામાં નહેરના પાણી સમયસર ના આવે તો ખેડૂતો આમલખાડીના પાણીનો પિયત તરીકે ઉપયોગ કરતા હોય છે. પ્રદુષિત પાણી અચાનક ખરાબ થાય એની જાણકારી ખેડૂતને થતી નથી અને અચાનક રાત્રે પ્રદુષિત પાણી આવી જાય તયારે ખેડૂતને ખબર પડતી નથી.
અંકલેશ્વર તાલુકાનાં માટીએડ ગામે આમલખાડીનાં પાણી ખેતરોમાં પિયત તરીકે આપતા ખેડૂતોનાં પાક સુકાઇ જતા ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે.
Advertisement