લોકડાઉનમાં કોરોના સંકટનો ભોગ બનનાર ગરીબ અને લાચાર વર્ગના લોકો અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ બેન્કોની બહાર નાણાં ઉપાડવા લાઇનમાં ઊભા રહેલા નજરે પડ્યા હતા. કોરોના મહામારીનો સૌથી વધુ ભોગ બનેલ મજૂર અને ગરીબ વર્ગની હાલત દયનીય બની ગઈ છે. રોજગાર ધંધા એકાએક બંધ થઈ જતાં હાલત કફોડી બની હતી. આવા ગરીબ શ્રમિક વર્ગને કેન્દ્ર સરકાર દ્વારા રાહત રૂપી એક હજાર રૂપિયા જનધન બેન્ક ખાતામાં જમા કરવવામાં આવ્યા છે. જે ઉપાડવા છેલ્લા કેટલાક દિવસોથી બેન્કોની બહાર ખાતેદારોની લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ પરપ્રાંતિય મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી ટ્રેન ભાડા સહિત ખર્ચ માટે રૂપિયાની જરૂર પડતી હોય સેંકડો લોકો બેંકોમાં નાણાં ઉપાડવા પહોંચી રહ્યા છે જેથી અંકલેશ્વર શહેરની વિવિધ બેન્કો બહાર ખાતેદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
Advertisement