Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાઈવેની હોટલ પર કલેકટર કચેરીનાં કર્મચારીની ઓળખ આપી દુકાનમાંથી ગુટકા અને એક લાખનો તોડ કરતાં 4 લોકો ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરની નેશનલ હાઇવે ઉપરની હોટલ ઓસ્કારમાં જીલ્લા કલેકટર કચેરીનાં કર્મચારીની ઓળખ આપી દુકાનનાં ગુટકા તેમજ રૂ.1 લાખનાં રોકડા લેનાર ચાર લોકોને LCB પોલીસે ઝડપી લીધા હતા. દેશભરમાં લોકડાઉન છે જેમાં પણ ભરૂચ જીલ્લામાં લોક ડાઉનમાં ચુસ્ત નિયમો કર્યા છે. માસ્ક નહીં પહેરનારને રૂ.500 નો દંડ, પાન-બીડી ગુટકા વેચનારની દુકાન શીલ મારી લાઇસન્સ કેન્સલ કરવાની જોગવાઈ છે ત્યાં અંકલેશ્વરનાં નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ ઓસ્કારમાં તા.6-5-2020 નાં રોજ ચાર યુવાનો અને એક મહિલાએ આવીને કહ્યું કે કલેકટર કચેરીમાંથી આવીએ છીએ. દુકનમાં ચેકિંગ કરવું છે તેમ કહીને દુકનમાં ચેકિંગ કરીને ગુટકા, સિગારેટ, તમાકુ મળીને 70 હજારનો સામાન થેલામાં ભરીને તમારી સામે કડક કાર્યવાહી થશે. દુકાન શીલ કરવામાં આવે જેવી ધમકી આપી હતી. જેને લઈને પતાવટ કરવી હોય તો રૂપિયા આપો તેમ કહી રૂપિયા એક લાખ રોકડા લીધા હતા. જોકે આ મામલે હોટલ માલિકને શંકા જતાં તેને પોલીસ ફરિયાદ કરતાં LCB પોલીસે તપાસ કરતાં CCTV કેમેરાનાં આધારે તેઓની તપાસ શરૂ કરતાં તેઓ પૈકી અંકલેશ્વર શહેરનાં ગુજરાત ટાઉનસિંગ બોર્ડમાં રહેતો સુનિલ રામચંદ્ર જયસ્વાલ, અરવિંદ ઉર્ફે વિજય પરમાર મારૂતિધામ રહેવાસી સારંગપુર કે જે પોતાને ટીવી ટાઈમ્સનો કેમેરામેન છે તેવી ઓળખ આપી હતી. જયારે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌહાણ નવાડિયા પટેલ ફળિયું અગાઉ દહેજમાં કોલસા ચોરીનાં ગુનામાં પકડાયો હતો. તેમજ આકાશસિંગ, સંજયસિંગ રહેવાશી મિરાનગર અંકલેશ્વરને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ હોટલનાં દુકાન સંચાલક પાસેથી તોડ કરનાર ચાર યુવાનો ઝડપાયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

સુરત : લાલગેટ વિસ્તારમાં સ્થાનિકે વિરોધ દાખવતા મારામારી કરતા સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઇ.

ProudOfGujarat

સી.આઇ.એસ.એફ. ના જવાનોએ વિરમગામમાં જરૂરીયાતમંદોને ગરમ કપડાનું વિતરણ કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!