Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લોકડાઉનનાં અમલીકરણ માટે પોલીસની ખડેપગે સેવા.

Share

અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા લોકડાઉનનાં નિયમન માટે પોલીસનું સઘન પેટ્રોલીંગ જોવા મળ્યું હતું. ભરુચ જિલ્લો કોરોના મુક્ત બની ગયો છે. અને જિલ્લાની કોવિડ-19 જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાં આવેલી છે. ત્યારે કોરોનાના સંક્રમણનો સૌથી વધુ ખતરો અંકલેશ્વર શહેરમાં રહેલો છે. જોકે સામાજિક અંતર જળવાઈ રહે અને સંક્રમણ ન ફેલાઈ તે માટે વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ સતત રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવી રહ્યું છે. અંકલેશ્વર શહેરની રાજપીપળા ચોકડી, પ્રતિન ચોકડી તેમજ મીરાનગર વિસ્તારમાં પોલીસ વિભાગ ખડેપગે ફરજ નિભાવતા જોવા મળ્યા હતા. બહારથી આવતા સાધનોનું સઘન ચેકિંગ તેમજ કામ વગર બહાર નીકળતા લોકોની પૂછપરછ સાથે લોકડાઉનના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ કાર્યવાહી કરતી નજરે પડી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ માં  ઠેર ઠેર પરશુરામ જયંતીની થયેલ ઉજવણી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી.

ProudOfGujarat

ઝઘડીયા ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પ્રતિમા મુકવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!