એક તરફ કોરોનાનો કહેર છે અને લોકડાઉનની પરિસ્થિતિ છે. તો બીજી તરફ રમઝાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. ત્યારે ગરીબ અને શ્રમિક વર્ગો માટે કપરી પરિસ્થિતિનું સર્જન થયું છે. કામ ધંધા બંધ થતાં જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આવા ગરીબોના વ્હારે સામાજિક સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો આવ્યા છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ગરમીનું વાતાવરણ છે તેવામાં રોઝા રાખતા ગરીબો માટે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના સરપંચ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જીતાલી ગામના સરપંચ મહંમદ ભાઈ દ્વારા ગામના ગરીબ પરિવારોને બરફનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુસ્લિમ સમાજનાં લોકોને વિના મૂલ્યે બરફનું વિતરણ કરી મહંમદભાઈ માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.
Advertisement