હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીને લઈને લોકો મૂંઝવણમાં મુકાયા છે. જ્યારે ભારતની અંદર પણ કોરોના વાયરસે આતંક મચાવ્યો છે જેમાં દેશના વડાપ્રધાન દ્વારા ત્રણ તબક્કામાં લોક ડાઉન રાખવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતની અંદર ગરીબ વર્ગ તથા સામાન્ય મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે સામાજીક સંસ્થાઓ દ્વારા આગળ આવીને જરૂરતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડનાં યુવાનો દ્વારા પણ જરૂરતમંદ લોકોને સતત ત્રીજા તબક્કા સુધી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં પણ આવ્યું હતું. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા એક યુવાને પણ પોતાના જન્મદિવસ માટે એકત્ર કરેલા પૈસાને ગ્રુપમાં આપી જરૂરત મંદ લોકોને ભોજન કરવા માટે અર્પણ કર્યા હતા અને માનવતાની મહેક પ્રસરાવી હતી અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે આપણા પોતાના ખર્ચામાંથી થોડાક પૈસા જરૂરતમંદ લોકોને પણ આપવા જોઈએ. આ કાર્યને ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ લોકોએ આવકાર્યું હતું અને યુવાનને શુભેચ્છાઓ પાઠવી હતી.
અંકલેશ્વર : પોતાના જન્મદિવસની ઉજવણી માટે એકત્ર કરેલા પૈસાથી જરૂરત મંદ લોકોને ભોજન કરાવી ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાને માનવતાની મહેક પ્રસરાવી.
Advertisement