આજે તા-૬/૫/૨૦૨૦ બુધવારનાં રોજ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પ્રશાંત કે.પરીખનાં માર્ગદર્શનથી અને ફૂડ એન્ડ ડ્રગ્સ ભરૂચના ડેઝીગનેટેડ ઓફિસરશ્રીએ આર વલ્વીની હાજરીમાં અને સંયુક્ત ઉપક્રમે કોરોના વાયરસની મહામારી અન્વયે લોકડાઉનને લીધે જે તે મીઠાઈ, ફરસાણ અને દૂધ-માવાની બનાવટોનું વેચાણ કરતી દુકાનો અને ગોડાઉન હાલમાં બંધ છે. જેના લીધે આ દુકાનોમાં અખાદ્ય જથ્થો છે કે નહીં તેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. જયારે અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરશ્રી રઘુવીરસિંહ મહીડા, શોપ્સ વિભાગનાશ્રી નયનભાઈ કાયસ્થ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ ભરૂચનાં ફૂડ સેફટી ઓફિસરશ્રી બી.બી વાવૈયા અને શ્રી જે.એ પટેલ દ્વારા ચેકીંગની કામગીરી હાથ ધરેલ હતી. જેમાં મીઠાઈ, ફરસાણ, દૂધ માવાની બનાવટો, માવાનો અખાદ્ય જથ્થો અંદાજીત ૫૮૭ કિલો જપ્ત કરીને તેના ઉપર જંતુનાશક પાવડરનો છંટકાવ કરીને નાશ કરવામાં આવેલ છે. આ તમામ અખાદ્ય જથ્થો હતો તેને નગરપાલિકાની સુકાવલી સાઈડ ખાતે જે.સી.બી. વડે ખાડો ખોદીને તેમાં નાંખીને નાશ કરેલ છે.
અંકલેશ્વર નગરપાલિકાનાં ચીફ ઓફિસરશ્રી એન્ડ ડ્રગ્સ ભરૂચનાં ડેઝીગનેટેડ ઓફિસરશ્રી દ્વારા લોકડાઉનને લીધે મીઠાઈ, ફરસાણ અને દૂધ-માવાની બનાવટોનું વેચાણ કરતી દુકાનોમાં અખાદ્ય જથ્થાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
Advertisement