Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરથી ઉત્તર પ્રદેશનાં ગોરખપુર જવા ટ્રેન રવાના 1280 પરપ્રાંતિયો વતન પહોંચશે.

Share

ભરૂચ જીલ્લાનાં પાનોલી, અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં રહેતાં પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની જીદ કરતાં આજે અંકલેશ્વરથી ગોરખપુર માટે વિશેષ ટ્રેન દોડાવી 1280 લોકોને લઈને રવાના થઈ હતી. દેશભરમાં કોરોના વાઇરસની મહામારીએ લોકોને ઘરમાં પુરાઈ રહેવા મજબુર કર્યા હતા. જયારે કામ, ધંધા, ઉદ્યોગો બંધ થતાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતનાં પરપ્રાંતિયો કામદારોની હાલત દયનીય બની ગઈ હતી. ભૂખે મરવાનો વારો આવતાં લોકોએ ચાલતાં તેમજ સાઇકલ પર પરિવાર સાથે વતનની વાટ પકડી હતી. જેને લઈને અંકલેશ્વરનાં કામદારનાં આગેવાનોએ કલેકટરથી લઈ ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરી હતી. ભરૂચનાં સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાને પણ કામદાર નેતાએ યાદી સાથે રજુઆત કરતાં કેન્દ્ર સરકારમાં તેની રજુઆતથી આજે અંકલેશ્વરથી ઉત્તરપ્રદેશ ગોરખપુર માટે વિશેષ ટ્રેનની સુવિધા કરવામાં આવી હતી. જેમાં 1280 જેટલાં નોંધાયેલા પરપ્રાંતિયોને આરોગ્ય વિભાગે તપાસ કરી તેમજ વિશેષ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને ટ્રેનને સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈએ કહ્યું હતું કે એક ટ્રેન બિહાર માટે પણ તૈયાર કરવામાં આવી છે. બીજા રાજયનાં લોકો માટે લકઝરી બસ તેમજ બીજા વાહનો થકી અમે મોકલવા માટે તૈયારીઓ કરી રહ્યા છે તેમ જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

અગ્નિ તાંડવ : અંકલેશ્વરમાં સ્ક્રેપ ગોડાઉન ભડકે બળ્યું, ધુમાડાના ગોટેગોટા અને ફાયર વિભાગની દોડધામથી વિસ્તાર ગુંજી ઉઠ્યું

ProudOfGujarat

અમદાવાદના લોકો સાથે ઠગાઈ બદલ દિલ્હી, નોઇડાના કોલ સેન્ટરમાંથી 35ની ધરપકડ

ProudOfGujarat

માંગરોલ અને ઉમરપાડા તાલુકા ખાતે ગણેશજીનું ભાવપૂર્વક વિસર્જન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!