અંકલેશ્વરમાં વતનની વાટ પકડનારા લોકો હાલમાં અંકલેશ્વર તાલુકામાં રહેતાં પરપ્રાંતિયો સહિત તમામ જરૂરિયાતમંદ લોકોને જન સેવા હી પ્રભુ સેવા ગૃપ દ્વારા અનાજ કીટ સહિતની મદદ કરવામાં આવી રહી છે. લોક ડાઉનનાં તબક્કાવારની જાહેરાતથી સૌથી વધુ દયનીય હાલત ગરીબ પરિવાર, મજૂરવર્ગ, રોજ કમાઈને ખાનાર, કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકોને થઈ હતી. પરપ્રાંતિય પરિવારોને લોકો દ્વારા ભોજન કીટ સહિત સામગ્રીની મદદ કરવાની શરૂ કરવામાં આવી. જયારે બીજા તબક્કામાં આવા લોકોની હાલત વધુ બગડી અને ત્રીજા તબક્કામાં તો લોકોને ભૂખે મારવાનો વારો આવતાં આવા લોકોને દરેક સેવાભાવી સંસ્થા સેવાભાવી લોકોએ પોતપોતાની રીતે બનતી તમામ મદદ કરી ગરીબોને અનાજ કીટ આપવામાં આવી. ભોજન સામગ્રી આપવામાં આવી રહી છે. જયારે આવી જ લોકોને મદદ કરતી સંસ્થા છે ”જનસેવા હી પ્રભુસેવા ગૃપ” દ્વારા તમામ લોકોને મદદ કરી ભુખ્યા વતનની વાટ પકડનારા લોકોને રજનીસ સિંગનાં આ ગૃપનાં તમામ લોકોએ ભોજન આપીને મદદ કરી હતી. જયારે અંકલેશ્વર પાનોલી GIDC માં જે કોઈએ પણ ભોજન કે અનાજ કિટની માંગણી કરી તેમને આ ગૃપનાં તમામ સભ્યો દ્વારા આપવામાં આવી હતી. આજે પણ આ રજનીસ સિંગ જેવા કામદાર નેતાની સંસ્થા લોકોને મદદ કરી રહી છે. લોકોને વતન જવા માટે પણ તેઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
અંકલેશ્વરની જન સેવા હી પ્રભુસેવા ગૃપ દ્વારા લોકોને અનાજ કીટની મદદ સહિત પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
Advertisement