Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર શહેર તાલુકા કોંગી આગેવાનોએ પરપ્રાંતિયોને રેલવે ભાડું ચૂકવ્યું.

Share

એક તરફ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે બેબાકળા બન્યા છે ત્યારે આવા સમયે અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ અહેમદ પટેલની સૂચનાથી એમની વ્હારે આવી છે.
અંકલેશ્વરનાં વતની અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે અંકલેશ્વર શહેર તાલુકા સહિત ભરૂચ જિલ્લા કોંગ્રેસને સૂચના આપી હતી અને જેઓ રેલવેનું ભાડું ખર્ચી શકે એમ નથી એવા પરપ્રાંતિયોને તેમના ઘરે જઈ શકે એ માટે રેલવેનું ભાડું ચૂકવવા માટેની પણ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

જે સંદર્ભે મંગળવારે રાત્રે અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા, ભડકોદરા, સારંગપુર, જીતાલી જેવા ગામોમાં વસતા ૫૦૦ થી વધુ પરપ્રાંતિયોને ઘરે જઈને રેલવેનું ભાડું ચૂકવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા ઉપરાંત અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ હેમેન્દ્ર ઉપાધ્યાય, ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મગનભાઈ માસ્તર સહિત તાલુકા પંચાયત સભ્યો અને શહેર-તાલુકાના હોદ્દેદારો પણ જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે હાલની આ નાજુક પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ હોવાનો ફક્ત દાવો કરી રહી છે ત્યારે અહેમદ પટેલની સુચનાથી આ પરપ્રાંતીઓ પોતાના વતન જઈ શકે એ માટે અમે જેઓ ભાડું ખર્ચી શકે તે માટે સક્ષમ નથી તેઓને માનવતાની દ્રષ્ટિએ ભાડું ચૂકવ્યું છે.અંકલેશ્વરમાં ફસાયેલા પરપ્રાંતીય લોકો માટે કોંગ્રેસ પક્ષ આગળ આવતા પરપ્રાંતિયોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા એક મોન્ટુ યાદવ નામના પરપ્રાંતીએ જણાવ્યું હતું કે લોકડાઉન શરૂ થયું ત્યારથી અમે ફસાઈ ગયા હતા અને અમારી ખૂબ જ ખરાબ હાલત હતી આવા સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ રાજ્ય સભા સાંસદ અહેમદ પટેલે અમને પોતાના વતન જવા માટે વ્યવસ્થા કરી આપી એટલું જ નહીં પરંતુ અમને ભાડું પણ આપ્યું એ બદલ અમે તેમનાં આભારી છે.અન્ય એક પરપ્રાંતીયે જણાવ્યું હતું કે અમારે ખાવાના પણ ફાંફા હતા. આ પરિસ્થિતિમાં અમને જમવા મળતું ન હતું. પરંતુ સ્થાનિક સરપંચ તેમજ અન્ય કોંગી આગેવાનોએ અમને ભોજનની પણ વ્યવસ્થા પુરી પાડી હતી અને હવે અમે કોંગ્રેસના માધ્યમથી જ પોતાના વતન પરત જઈ શકીશું એ વાતનો ખૂબ જ આનંદ છે અને અમે આ બદલ સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ.

Advertisement

Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઊજવણી અંતર્ગત કરકથલ ખાતે સંમેલન યોજાયું

ProudOfGujarat

બરોલી પાસે ગેટ બંધ કરવા ગયેલ કૈયુમ ભાઈ મેમણી ની અટકાયત કરતી નસવાડી પોલીસ

ProudOfGujarat

શહેરમાં પ્લાસ્ટીક ડ્રાઈવ :૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!