Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામની સહજાનંદ સોસાયટીમાં જુગાર રમતા પાંચ જુગારીઓને શહેર પોલીસે ઝડપી લઇ 31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share

હાલ જિલ્લામાં લોક ડાઉનનાં નિયમો લાગુ છે તેમજ 144 ની કલમ પણ લાગું છે. લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામે આવેલ સહજાનંદ સોસાયટીનાં બંગલા નંબર-40 માં કેટલાક લોકો ભેગા થઈ જુગાર રમી રહ્યા છે એવી પાકી બાતમી મળતા શહેર પોલીસની ટીમ ઉપરોક્ત બંગલા ઉપર પહોંચી હતી ત્યાં પાંચ જણા ભેગા થઈ પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા હતા. તે દરમિયાન પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા. રોકડા રૂપિયા 15,000 તેમજ અન્ય સાધન સામગ્રી મળીએ ૩૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ભાર્ગવ રોહિત સહિત બીજા અન્ય ચાર જેટલા લોકોને પોલીસે ઝડપી લઇ તેઓ સામે જુગારધારા સહિત લોક ડાઉન નિયમોનો ભંગ અને 144 ની કલમનો ભંગ કરવા સંદર્ભે ગુનો દાખલ કરી અટક કરી શહેર પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ૧૬ ખેડૂતોના શેરડીના ખેતરોમાં આગ લાગતાં લાખોનું નુકશાન.

ProudOfGujarat

કોમીએકતા ની સાથે કડી ખાતે હઝરત ખ્વાજા બદરુદ્દીન ચિશ્તી સાહેબનો સંદલ અને ઉર્સ ઉજવાયો હજારો સ્ત્રીઓ અને પુરુષોનો જમાવડો…

ProudOfGujarat

રોટરી કલબ ઓફ અંકલેશ્વર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!