Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અંદાડા ગામ નજીક આવેલ ધનલક્ષ્મી પાર્ક સોસાયટીનાં રહીશોએ સોસાયટીનાં ગેટ પર સેનિટાઇઝર મશીન બનાવ્યું.

Share

અંકલેશ્વરનાં અંદાડા ગામ નજીક આવેલ ધનલક્ષ્મી પાર્ક સોસાયટીનાં રહીશોએ નવતર અભિગમ અપનાવ્યું છે. સોસાયટીનાં ગેટ ઉપર સ્વખર્ચે સેનિટાઇઝર મશીન બનાવી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નજીવા ખર્ચે સેનિટાઇઝર મશીન બનાવી નવયુવાનોએ સોસાયટીને પણ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. 21 દિવસનાં લોકડાઉન વચ્ચે લોકોને ઘરમાં રહી મોબાઈલ અને ટી.વી થકી સમય પસાર કરતાં હોય છે. કોરોના વાઇરસને અટકાવવા માટે વધતાં જતાં લોકડાઉનનાં સમય હવે લોકો માટે સમય કેવી રીતે પસાર કરવો ? આ પ્રશ્નો ચિંતાજનક બની ગયો છે ત્યારે અંકલેશ્વરની ધનલક્ષ્મી સોસાયટીનાં નવયુવાનો દ્વારા લોકડાઉનનાં આ સમયનો સદઉપયોગ કરી પોતાની કળા થકી સોસાયટી માટે નજીવા ખર્ચે સેનિટાઇઝર મશીન બનાવ્યું છે. એક મોટર, પાઇપ અને નાની ટાંકી વડે નવયુવાનો દ્વારા આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. સ્થાનિક યુવા અને મશીન બનાવવામાં ભાગ લેનાર એવા વિસમય પટેલ આ અંગે હમ ટીવીને વિગતવાર માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોરોના વાઇરસને અટકાવવા માટે સેનિટાઇઝરનો ઉપયોગ જરૂરી છે. ત્યારે અમારી 300 જેટલાં લોકોની વસ્તી ધરાવતી સોસાયટીમાં જરૂરી કામકાજ અર્થે લોકો બહાર જતાં હોય છે ત્યારે સોસાયટીમાં આવતાં જતાં લોકોને આ મશીન થકી ફૂલ બોડી સેનિટાઇઝર 3 થી 5 સેંકડમાં કરીને સોસાયટીમાં પ્રવેશ આપી તકેદારીનાં પગલાં ભરવામાં આવે છે. ઘરમાં જ રહેલ વસ્તુ અને નજીવા ખર્ચે અમારી ટીમનાં ધ્રુવેત પટેલ, વિસમય પટેલ, જયમીન, જયદીપ, યોગેશ, રજત, દીપ, નૈતિક અને ચિરાગ પટેલ તેમજ અર્પણ આ બધાં દ્વારા આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ અન્ય સોસાયટી દ્વારા પણ તકેદારીનાં ભાગરૂપે આવાં મશીન બનાવે તે અત્યંત જરૂરી છે. તેમજ સાથે જ તેઓએ પણ મદદ કરવા માટે તૈયારીઓ બતાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલો ટેમ્પો પલ્ટી જતા ત્રણના મોત.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેને કુબેર ભંડારી મંદિરની લીધી મુલાકાત.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક માટેની કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!