અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એસ પી સી લાઈફ સાયન્સ કંપનીમાં રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમ્યાન રીએક્ટરમાં અચાનક ધડાકો થતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.રીએક્ટર પાસે કામ કરી રહેલા સારંગપુરની મંગલ દીપ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય મંગલ ઝારુ મંડલને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક કામદાર સચવિન્દ્રરને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.કંપની સંચાલકોએ આ અંગેની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા હતા. જોકે આગની ઘટના બનવા પામી ન હતી.આ ઘટનાનાં પગલે જીઆઇડીસી પોલીસનો કાફલો દોડી આવી મંગલ મંડલના મૃતદેહને પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં થયેલ પ્રચંડ ધડાકાના પગલે આસપાસની કંપનીઓનાં કામદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.
અંકલેશ્વરની એસ પી સી લાઈફ સાયન્સ કંપનીમાં રીએક્ટરમાં અચાનક બ્લાસ્ટ થતાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
Advertisement