Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ત્રણ પોલીસ મથકોમાં ઝડપાયેલા 51 લાખ રૂપિયાનાં દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવતા બુટલેગરો અને નશા કરનારાઓમાં રોષ ફેલાયો હતો.

Share

ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવાની સૂચના બાદ પણ દરરોજ લાખો રૂપિયાનો દારૂ ભરૂચ જિલ્લામાં લાવવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પણ જિલ્લામાંથી લક્ઝરી કારોમાં લાખો રૂપિયાનો દારૂ હેરાફેરી કરવામાં આવી રહ્યો છે ત્યાં ગઈ કાલે જ લાખો રૂપિયાનો દારૂ લક્ઝરી કારમાં ઝડપાયો હતો તો બીજી તરફ અંકલેશ્વરમાં લાખો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા શહેર પોલીસ અને જીઆઈડીસી પોલીસમાં ઝડપાયેલો દારૂનો નાશ કરવા માટે જિલ્લા કોર્ટ હુકમ થતાં તેને ગઈકાલે પ્રાંત અધિકારી રમેશભાઈ ભાગોર ડીવાયએસપી એમપી ભોજાણીની હાજરીમાં હાંસોટ અંકલેશ્વર રોડ પર આવેલ આમલાખાડી પાસેના રસ્તાની બાજુમાં દારૂની 33 હજાર ઉપરાંતની બોટલો રસ્તા ઉપર ફેંકી દઈ તેની ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું.

એક એક કરીને બોટલો ફૂટવાનું શરૂ થતા હાજર રાહદારીઓ વાહનચાલકો તેને જોવા ઊભા રહી ગયા હતા તમામ દારૂની બોટલનો ભૂકો થઈ જતા અંદરનો દારૂ રેલમછેલ થઈ રહ્યો હતો જેને લઇને બુટલેગરો અને પીનારાઓ નિસાસા નાખી રહ્યા છે તેઓ લોકોના અનુભવ થતો હતો હવે પોલીસ આગળ શું કરશે એ તો સમય આવતા જ ખબર પડશે.

Advertisement

Share

Related posts

હાર્દિકના ઉપવાસની જાહેરાતની અસરઃ

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં રાત્રી સભા કરી લોકોને સરકાર શ્રીની યોજનાની માહિતી આપવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ મથકે શ્રાવણ માસ અનુલક્ષીને કોરોનાથી લોકોને મુક્તિ મળે તે માટે કથાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!