અંકલેશ્વરના ગોવાલી ગ્રામ પંચાયત પાસે આવેલ ડી.પી પાસે હોર્ડીંગના ઇલેક્ટ્રીક બોર્ડનું ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં કામગીરી દરમ્યાન વિજકરંટ લાગતા ત્રણ કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમને સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ ખાતે લવાયા હતા.જયાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગોવાલી ખાતે ગ્રામ પંચાયત નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મર નજીકમાં એક હોર્ડીંગ માટે વીજ બોર્ડ ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન સાંજે ૬:૪૪ કલાક આસપાસ કામગીરી સમયે હોર્ડીંગ લગાવવા જતા વાયર પાસેના વિજટ્રાન્સફોર્મરને અડી જવાના પગલે કામ કરી રહેલ ત્રણ કામદાર શૈલેષ શગપુરી ગૌસ્વામી, ઉં.વર્ષ.૨૫ તથા કાનાભાઈમસાભાઈ ભીલ, ઉં.વર્ષ.૨૦ અને રાહુલ બચ્ચન બિહારી, ઉં.વર્ષ ૨૦ તમામ રહેવાસી હાલ સુરતને વિજકરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જેમને સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા.જયાં સારવાર દરમિયાન રાહુલ બિહારીનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે કામદારોમાં શોકનું મોજું છવાયું હતું.આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર : ઈલેકટ્રીક બૉર્ડ ફીટીંગ સમયે કામ કરતા ત્રણ કામદારને વિજકરંટ લાગતાં એકનું મોત બે સારવાર હેઠળ.
Advertisement