Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શાળાનાં બાળકોને મિશન અન્નપૂર્ણા દ્વારા ભોજનનો રસથાળ પીરસાયો.

Share

અંકલેશ્વર શહેર ખાતેની નગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા નાં બાળકોને મિશન અન્નપૂર્ણા દ્વારા ભોજનનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રનાં દહાણુ ખાતેથી બે વર્ષ અગાઉ શશિકાંત ડફારીયા અને તેમની સાથે સેવાભાવી યુવાનોનાં સહયોગ થી મિશન અન્નપૂર્ણા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન મળી રહે તેમજ અન્ય મદદ થકી લોકોની સેવા કરવાની ભાવના સાથે આ સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.
તારીખ 26મી નવેમ્બર નાં રોજ મિશન અન્નપૂર્ણાનાં સેવાભાવી યુવાનો દ્વારા અંકલેશ્વર શહેરની નગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે ભોજનની સેવાનાં યજ્ઞની ધૂણી ધખાવવામાં આવી હતી, અને શાળાનાં બાળકોને ભોજનનો રસથાળ પીરસીને તેમના ચહેરા પર ખુશી રેલાવવાનો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરનાં મિશન અન્નપૂર્ણાનાં સેવાભાવી યુવાનો ભાવિન બથિયા , હેમુ ખત્રી , નિલેશ પટેલ , હિરેન મહેતા , દલપત આહીર સહિતનાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ શાળાનાં શિક્ષકોનો પણ સહયોગ સાંપડ્યો હતો. મિશન અન્નપૂર્ણાનાં હેમંત મહેતા એ જણાવ્યું હતુ કે ભુખ્યા ને ભોજન અને જરૂરિયાતમંદો ને મદદરૂપ બની શકીયે તેવા ઉદ્દેશ્ય સાથે મિશન અન્નપૂર્ણાની શરૂઆત કરવામાં આવી હતી અને સેવાભાવી લોકોનાં સેવાકીય સહયોગથી સતત બે વર્ષથી લોકોને નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવે છે.

Advertisement

Share

Related posts

હાલોલ નગરમા ભૂદેવો દ્વારા શાસ્ત્રો વિધિ મુજબ સમૂહમાં જનોઈ ધારણ કરી

ProudOfGujarat

ઝઘડીયાના ખાખરીપુરા શાળાના આચાર્યનું હરદ્વાર ખાતે ગુરુ ચાણકય એવોર્ડથી સન્માન કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખની વરણી મુદ્દે હાલ કાર્યકર્તાઓમાં જૂથવાદ વકર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!