આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સાથી ફાઉન્ડેશન દ્વારા સેનેટરી પેડના વેન્ડિંગ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના વરદ હસ્તે યોજાયો. અંકલેશ્વરના કાંસીયા અને અંદાડા ખાતે આવેલ સરકારી શાળાઓમાં બે સેનેટરી પેડના વેન્ડિંગ મશીન સાથી ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવ્યા. જેનો ઉપયોગ બંને શાળાની વિદ્યાર્થીનીઓ કરશે તેઓને તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આ પ્રસંગે અંદાડા હોલ ખાતે ગામની મહિલાઓ અને કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
જેઓને સાથે સાથી ફાઉન્ડેશનના પ્રમુખ અને ભાજપ જિલ્લા મંત્રી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ પ્રવૃત્તિઓનો ચિતાર આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે મેઘાબેન જોશી તેમજ મેઘનાબેન ગોસ્વામી દ્વારા કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નો બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ ભરૂચના નારી શક્તિ કેન્દ્રના જિલ્લા કોઓર્ડિનેટર તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંયોજક દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ સાહિત્ય પણ આ કાર્યક્રમમાં હાજર મહિલાઓને અને કિશોરીઓને આપવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ તેમજ કાર્યક્રમનાં ઉદઘાટક માનનીય ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ દ્વારા સરકારશ્રીની 202 કરતાં વધુ સરકારી યોજનાઓની જાણકારી હાજર મહિલાઓને આપવામાં આવી હતી. જેમાં વિધવા સહાય, માં કાર્ડ, માં અમૃતમ કાર્ડ, 181 અભયમ, સિનિયર સિટીઝનને ઉપયોગી વૃદ્ધ અને નિરાધાર પેન્શન યોજના, કુપોષણ બાળકો અને મહિલાઓને વિવિધ યોજનાઓ ગ્રામીણ કક્ષા સુધી પહોંચે તે માટે વિસ્તૃત ચર્ચા કાર્યક્રમમાં હજાર મહિલાઓ સાથે હતી. માનનીય ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલએ સાથી ફાઉન્ડેશનને આ પ્રકારના મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે બિરલા ગ્રાસિમ કંપની અને BDMA ભરૂચના શ્રી સંજીવ વર્માએ પણ બહેનોને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના સંયોજક તુલસી પુરી ગોસ્વામીએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામોરના શિક્ષિકા તૃપ્તિબેન જાનીએ કર્યું હતું. હાજર મહેમાનોને સંસ્થા દ્વારા સ્મૃતિ ભેટ આપી અભિવાદન કરવામાં આવ્યું, તેમજ હાજર તમામ મહિલાઓ અને દાતાઓનો સંસ્થા દ્વારા આભાર વ્યકત કરી આગામી સમયમાં હજુ વધુ સારી રીતે સંસ્થા કામગીરી કરે તે માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
અંકલેશ્વર : સાથી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી અને સેનેટરી પેડ માટેના વેન્ડિંગ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
Advertisement