અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે રેવન્યુ તલાટી રાહુલ ચૌધરી જમીનના કામકાજ અર્થે રૂપિયા 2000 ની લાંચ લેતા ભરૂચ એસીબીના હાથે ઝડપાઇ જતાં ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યું છે એક તરફ સરકાર ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ગુલબાંગો ફૂંકી રહી છે તો બીજી તરફ સરકારી બાબુઓ જ ભ્રષ્ટાચારમાં ચર્ચાને રહેતા હોય છે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવતા કેટલાક સેટીંગ બાજ અધિકારીઓને હવે ભ્રષ્ટાચાર માટે મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે આજરોજ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના રેવન્યુ તલાટી રાહુલ ચૌધરી જમીનના કામકાજ અર્થે રૂપિયા 2000 ની લાંચ લેતા ભરૂચ એસીબીના છટકામાં આવી ગયો હતો. ફરિયાદી પાસેથી તલાટી રાહુલ ચૌધરીએ જમીનનું કામ કરી આપવા માટે રૂપિયા બે હજારની લાંચ માંગી હતી જે અંગે ફરિયાદીએ ભરૂચ એસીબીમાં આ અંગે ફરિયાદ નોંધાવતા એસીબીએ ભ્રષ્ટ તલાટીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં એસીબી છટકા અંગે અજાણ તલાટીએ ખિસ્સું ભરવા ફક્ત રૂપિયા 2000 લેતા એસીબી એ રંગે હાથે ઝડપી પાડી ફરિયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.
અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામનાં રેવન્યુ તલાટી 2000 ની લાંચ લેતા ભરૂચ એસીબી એ ઝડપી લીધા.
Advertisement