અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી કે ahiનવા ધંતૂરિયા ગામની સીમમાં નર્મદા નદીનાં કિનારે ટાવર નજીક ઝાડીઓમા એક બોલેરો જીપ પડી છે આથી પોલીસે તપાસ કરતાં બાવળની ઝાડીમાં બોલેરો જીપ નં.GJ-16-AU-6981 મળી આવી હતી. તેના પાછળના ભાગે ઑક્સીજન સિલિન્ડર 7 નંગ ગેસ કાર મળી સહિત એક યામાહા બાઇક નં. GJ-16 CP-3473 મળી આવતા પોલીસે કુલ રૂપિયા 3,54,800 કબ્જે કરી ગેસ કારથી કોઈક જગ્યાએ ચોરી કરવાનો ઇરાદો ધરાવતા ચોરો આ સામાન મૂકીને ભાગી ગયા હતા. આ બનાવ અંગે હાલ તો જણાવ્યા જોગ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Advertisement