Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જૂની કોલોની ખાતે ભરૂચ એલસીબી પોલીસે એક જુગારધામ ઉપરથી 2.13 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આઠ જેટલા જુગારીઓને ઝડપી પાડયા.

Share

ભરૂચ એલસીબી પોલીસને મળેલી નકકર બાતમીને આધારે અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત જૂની કોલોની ખાતે મકાન નં.સી/48માં જુગારની મહેફિલ જામી છે તેના આધારે રેડ કરતા આઠ જેટલા શખ્સો પત્તા પાનાંનો જુગાર ખેલતા આબાદ ઝડપાઇ ગયા હતા.પોલીસે કુલ આઠ જુગારીઓ પાસેથી 2.13 લાખનો રોકડ સહીતનો અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ જુગારીઓમાં ચંદ્રકાન્ત જાંબુ રહે.જૂની કોલોની, આશિષ ભાર્ગવ પાંડે રહે.જલધારા ચોક્ડી, મનીષ કનુ ડોબરીયા રહે.યમુના એપાર્ટમેન્ટ, પ્રવિણ પ્રભુ કટુડીયા રહે.જલધારા ચોક્ડી, ઉર્વેશ સુરેશ પટેલ રહે.સાકાર એપાર્ટમેન્ટ, નીરજ બબા પટેલ રહે.સદવિદ્યા કોમ્પ્લેક્ષ, રાકેશ નટવર પટેલ, રહે.ગડખોલ પાટિયાનો તેમજ અન્ય ઈસમ નો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

વાંકલ : વેરાકુઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલના દર્દીઓનું વેક્સીનેશન કરાયું.

ProudOfGujarat

લીંબડીમાં રખડતા ઢોરનાં ત્રાસથી લોકો ત્રાહિમામ…

ProudOfGujarat

છોટાઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની પ્રશંસનીય કામગીરી સોનાની ચેઇન આપો તો જ દીકરીને સાસરે મોકલીશુ તેમ કહેતા અભયમ 181 મહિલા હેલ્પલાઇન છોટાઉદેપુર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!