Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે હાઈવા ટ્રક ના ચાલકે માતા પુત્રી ને અડફેટમાં લેતા બંને ના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા.

Share

અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે હાઈવા ટ્રક ના ચાલકે માતા પુત્રી ને અડફેટમાં લેતા બંને ના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા. અંકલેશ્વર ના કાપોદ્રા વિસ્તાર માં ગત સાંજે રોડ ક્રોસ કરતા માતા તેમજ પુત્રી ને હાઇવા ટ્રક ના ચાલકે અડફેટે લઈ લેતા ગંભીર ઇજાઓને પગલે બંને ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. કાપોદ્રા પાટિયા વિસ્તાર માં રહેતા રીનું દેવી પોતાની પાંચ વર્ષીય બાળકી ચાંદની સાથે રોડ ક્રોસ કરતી હતી તે દરમ્યાન એક હાઇવા ટ્રક ના ચાલકે બંને ને અડફેટે લઈ લીધા હતા. આ ઘટના ને પગલે લાંબા સમય સુધી ટ્રાફિક જામ ની પરિસ્થિતિ સર્જાય હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓએ ટ્રાફિક વ્યવહાર દુરસ્ત કરવા ભારે જહેમત ઉપાડી તેને પૂર્વવત કર્યો હતો. અકસ્માત સર્જી ટ્રક નો ચાલક ફરાર થઈ ગયો હતો. જીઆઈડીસી પોલીસે અકસ્માત અંગે ગુનો દર્જ કરી ફરાર ટ્રક ચાલક ની શોધખોળ આરંભી હતી.

Advertisement

Share

Related posts

ગોધરાનાં દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા ત્રણના મોત.

ProudOfGujarat

ભરૂચ : વેલ્સપન કંપનીના કામદારો આવ્યા રસ્તા પર : પોલીસ અધિકારી કચેરીએ કામદારોએ પાઠવ્યું આવેદનપત્ર : ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!