ભરૂચ જીએનએફસી કંપનીના WNA પ્લાન્ટમાંથી નાઇટ્રોજન ડાઇ ઓક્સાઇડ ગેસ વછૂટતા જીપીસીબીની ટીમમાં દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આજરોજ પીળા રાતા કલરના રસાયણના ધુમાડાઓએ હવામાં વ્યાપક પ્રમાણમાં પ્રદુષણ નજરે પડ્યું હતું. જોકે પાછળ થી જીએનએફસી ના નાઇટ્રોજન પ્લાન્ટ માંથી ગેસ છોડાયો હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ જીએનએફસી કંપનીના WNA પ્લાન્ટમાંથી નાઇટ્રોજન ડાઇ ઓક્સાઇડ ગેસ વછૂટતા જીપીસીબી ની અગિયાર જેટલી ટીમોમાં દોડધામ મચી ગઈ હતી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ પ્લાન્ટ માં ગેસ પાઇપલાઇનની ઓન ઓફ સ્વીચ ટ્રીપ થતાં ઘટનાએ ગંભીર સ્વરૂપ અખત્યાર કર્યું હતું. હવામાં પ્રદુષણ ની ઘટનાનો વીડિયો વાયરલથતાં ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો. આ ઘટના સંદર્ભે GPCB એક્શનમાં આવે તેવી લોક માંગ ઉઠવા પામ્યા હતા.
નાઇટ્રોકસાઈડ ગેસની અસર લોકોને થાય છે કે નહીં તે અંગે વ્યાપક ચર્ચાઓ ભરૂચ શહેરમાં ઉઠવા પામી હતી. એકાએક ભરૂચ શહેર અને આસપાસ ના વિસ્તારો માં વહીવટી મશીનરીઓની અવર જવર તેજ બનવા પામી હતી. જે લોકો આ બાબત થી અજાણ હતા તે લોકો ના વર્ગમાં ભારે કુતૂહલતા ભર્યું વાતાવરણસર્જાયું હતું. જોકે ઘટનાની ગંભીરતા ને પાખરતા અને પરિસ્થિતિ વધુ ન જોખમાય તે માટે જીપીસીબી તેમજ જિલ્લા નું વહીવટી તંત્ર માં ભારે ચહલ પહલ જોવા મળી હતી.કેટલાક વિસ્તારમાં લોકોએ આંખો માં બળતરા તેમજ શ્વાસ રૂંધાયાની ફરિયાદો ઉઠવા પામી હતી.
ભરૂચ જીએનએફસી કંપનીના WNA પ્લાન્ટમાંથી નાઇટ્રોજન ડાઇ ઓક્સાઇડ ગેસ વછૂટતા જીપીસીબીની ટીમમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisement