Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં સાધુ બીડી પીતા જ શરીરે આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.

Share

ભરૂચમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે સવારે નર્મદા પરિક્રમા કરતાં સાધુએ બીડી પીતા શરીરે પહેરેલ કપડે આગ લાગી જતાં શરીરે ગંભીર દાઝી જતાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજરોજ સવારે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બહાર નર્મદા પરિક્રમા વાસી એવા સાધુ-ઢોધુ મુરલીધર સોનારા ઉં.-55 વર્ષ રહેવાસી મહારાષ્ટ્ર નાઓ સવારે સ્ટેશન બહાર બીડી પીવા બેઠા હતા તે દરમ્યાન બીડીનો ગલ તેમના પહેરેલા કપડે પડતાં કપડામાં આગ લાગી જતાં તેઓનાં કપડાં સળગી ઉઠયા હતા. જયારે તે શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક 108 એમ્બુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ લોકોમાં થતાં હડકંપ મચી ગયો હતો.

Advertisement

Share

Related posts

૧૨ લોકસભા ના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્ર માંથી સાંપડી રહ્યો છે પ્રચંડ જનસમર્થન*

ProudOfGujarat

અમદાવાદ આરબીઆઈની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કરતા સંદીપ માંગરોલા: આગામી તપાસ નાબાર્ડને સોંપાઈ

ProudOfGujarat

ભરૂચ જન શિક્ષણ સંસ્થા અને જે પી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!