Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત યોગી એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર અજાણ્યા વાહનની અડફેટે એક રાહદારીનું ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ ધટના સ્થળે મોત નિપજયું.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત યોગી એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર ગત સાંજે અજાણ્યા વાહનની અડફેટે એક રાહદારીનું ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું. તા.18/2/2020 ના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે 25 થી 30 વર્ષીય એક રાહદારીને અડફેટમાં લઈ પલાયન થઇ ગયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા રાહદારીને મોંઢા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી, જેનું ઘટના સ્થળે જ પ્રાણ પખેરુ ઉડી ગયું હતું. બનાવ અંગે જીઆઇડીસી પોલીસે હાલ તુરંત અકસ્માત મોતનો ગુનો દર્જ કરી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં ભેળસેળયુક્ત મસાલા બનાવતી ફેક્ટરીના સંચાલક બે ભાઈઓની ધરપકડ

ProudOfGujarat

નબીપુર પોલીસ મથકમાં સાયબર જાગૃકતા દિવસ હેઠળ મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!