અંકલેશ્વરના એશિયાડ નગર ખાતે તુલસી વિલા રેસીડન્સી દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૮ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાયનલ મેચ ગતરોજ જે.ડી.બોયસ અને હીસ સ્ટાઈલ ઈલેવન વચ્ચે રમાડવામાં આવી હતી. જેમાં જે.ડી.બોયસ ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને ઉપસ્થિતોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપ પ્રમુખ નીલેશ પટેલ, ભાજપના આગેવાન ભરત પટેલ, જીલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ સુરેશ પટેલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Advertisement