Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓનો વાર્ષિકોત્સવ યોજાયો.

Share

અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ પ્રાથમિક શાળાઓનો વાર્ષિકોત્સવ રંગોત્સવ 2020 નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રથમ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે બાદ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ વાર્ષિકોત્સવમાં શાળાની વિવિધ પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલ,નગર પાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ,ઉપપ્રમુખ નિલેશ પટેલ,શાષકપક્ષના નેતા જનક શાહ અને નગર પ્રાથમિક સમિતિના અધ્યક્ષ કિંજલબા ચૌહાણ,ઉપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ,શાસનાધિકારી કેયુર ઉપાધ્યાય અને સભ્યો તેમજ વાલીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વલસાડ SOG એ ઓડિશાથી સુરત લઈ જઈ રહેલ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

નડિયાદ : ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ગુજરાતના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈનું નિધન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!