Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : 17 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલા સુરતના યુવાનને પોલીસે ઝડપી લીધો.

Share

અંકલેશ્વર શહેરમાંથી પ્રેમજાળમાં ફસાવી યુવતીઓને ભગાડી જવાના કિસ્સાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ આગળ પણ એક જ પરિવારની બે દીકરીઓને ભગાડી લઈ જવાની ઘટના અંકલેશ્વર પંથકમાં બની હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ બંને યુવાનોને ઝડપી લીધા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યાં જ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં 17 વર્ષીય સગીરાને યુવાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ દાખલ થવા પામી હતી. જેમાં 17 વર્ષની આ સગીરાને સુરતમાં રહેતો અર્જુન પરમાર નામનો યુવાન પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સુરત ભગાડીને લઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તાત્કાલિક ધોરણે અર્જુન પરમારને સુરતથી ઝડપી લીધો હતો અને તેની સામે સગીરાનું અપહરણ તેમજ જાતીય સતામણી અંગે દાખલ કર્યો હતો. હવે સગીરાનું મેડીકલ ચેકઅપ બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળનો ગુનો દાખલ કરવામાં આવશે. જોકે હાલ તો પોલીસે અર્જુન પરમારની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની સિંધવાઈ પોસ્ટ ઓફિસમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

વરસાદે વિરામ લેતા સુરત પાલિકાએ તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી

ProudOfGujarat

વાંકલ : જનજાગૃતિ સુરક્ષા મંચ સુરત દ્વારા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસક ઘટના ઘટી તેના વિરોધમાં સુરત કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!