અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામનાં આદિત્ય નગરમાં રહેતા શર્મા પરિવાર હરિયાણા ભાણેજનાં લગ્નમાં ગયા અને તસ્કરોએ તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાં સહિતનાં 7 લાખ ઉપરનાં મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામ ખાતે આવેલ આદિત્ય નગરનાં બી-41 માં રહેતા અને માઁ દુર્ગા લોજેસ્ટીકનાં માલિક રહિતાશ પ્રકાશ શર્મા નાઓ તા.5 ના રોજ તેમના વતન હરિયાણાનાં ભિવાની ગામ ખાતે તેમના ભાણી અને ભાણેજનાં લગ્નમાં ગયા હતા. ઘરને તાળું મારીને ગયેલા શર્મા પરિવારનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરનાં દરવાજાનાં નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરીને અંદર બેડરૂમમાં મુકેલી તિજોરીને ખોલી નાંખીને અંદર મુકેલા સોનાનાં દાગીના, મંગલસૂત્રો, નથણી, બંગડી, બુટ્ટીઓ, ચાંદીના સિકકા, ગણેશ-લક્ષ્મીજીની મૂર્તિઓ સહિત ચાંદીના ગ્લાસ વગેરે મળી કુલ રૂ.7 લાખ 31 હજાર ઉપરનાં દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આજે શર્મા પરિવારે GIDC પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર : હરિયાણા ભાણેજનાં લગ્નમાં ગયેલા શર્મા પરિવારનાં ઘરનાં તાળા તુટીયા 7 લાખ ઉપરાંતનાં દાગીનાની ચોરી.
Advertisement